Dr. Akhtar Khatri

ઘણું કહે છે

ફક્ત મૌન રહીને ઘણું કહે છે,
અશ્રુ વગર પણ ક્યારેક રડે છે.

સાંભળો આ હીવડાની ચીસો,
રાત્રીના તિમિરમાં એ ભળે છે.

બીક છે કે તે સત્ય ન થઈ જાય,
બિહામણું એક સ્વપ્ન ઘડે છે.

ભવિષ્ય ભાખ્યું તેણે ક્યાં કદી,
જે વર્તમાન, ભૂતકાળથી ડરે છે.

‘અખ્તર’ આખરી ક્ષણોમાં કોઈ,
આશદીપ બનીને હજુ બળે છે.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply