Dharati Dave

કૉફી ટેબલ

કૉફી ટેબલ

“ડાર્લિગ એક વાત કરવી હતી અને આજે સીરીયસ વાત કરવી છે તો તું ફ્રેશ થઈને ટેબલ પર આવ હું કૉફી બ્રેકફાસ્ટ સાથે તારી રાહ જોઉં”- ઉન્નતિ એ ઉલ્લાસને કહ્યું અને ટેબલ પર બેસી ગઈ.

થોડીવારમાં ઉલ્લાસ ફ્રેસ થઇને આવ્યો કૉફીનો સીપ લેતાજ હસતા હસતા બોલ્યો બોલ “આજે શું ટોપ સિક્રેટ ખોલવાની છે?”

“હું સીરીયસ છું ઉલ્લાસ આજે કોઈજ મજાક નથી કરવાની એક એવી વાત કરવા જઈ રહી છું એ કદાચ તને નહિ પચે, પણ મને પ્રોમિસ આપ એ વાટ સાંભળીને તું ગુસ્સામાં કોઈ એવો નિર્ણય નહી લે જેનાથી આપણા બધાંની જિંદગી પર પ્રશ્નાર્થ લાગી જાય”

ઉલ્લ્સાસ હજીય મજાકના મૂડમાંજ હોય છે કેમકે ઉન્નતિ ગમે ત્યારે આમ સિરિયસ થઈને ડરાવતી તેથી એ હા પાડે છે અને ઉન્નતિ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહીદે છે કે “તને એ ખબર છે કે તુ મારો પહેલો પ્રેમ….” “નથી એ બીજો કોઈ હતો તારો સ્કુલ ફ્રેન્ડ”- ઉલ્લાસે ઉન્નતિનું અધૂરું વાક્ય પૂરું કર્યું.

“હા ઉલ્લાસ પણ એ કોણ હતો એ તો તને નથીજ ખબરને ? તો હું આજે એનીજ વાત કરવાની છું એ બીજો કોઈ નહી પણ સિધ્ધાર્થ હતો, સિધ્ધાર્થ અંતાણી.”

“ઉન્નતિ હું મજાક તારી બધીજ વાહિયાત મજાક સહન કરી લઉં છુ તો આ પણ સહન કરી લઈશ એવું તે કેવી રીતે ધાર્યું ?” ટેબલ પર હાથ પછાડીને ઉલ્લાસ બોલ્યો.

ઉન્નતિનો ડરેલો ચહેરો જોઈ એ જોરથી હસ્યો અને બોલ્યો, “તને શું લાગે છે મજાક કરવાનો ઈજારો તારો જ છે?”

ઉન્નતિ હજીય ડરેલી હતી એણે કહ્યું “ઉલ્લાસ આ સાચી વાત છે. આપણા લગ્ન પછી જયારે ખબર પડી કે વિનીતાબેનનાં લગ્ન સિધ્ધાર્થ સાથે નક્કી થયા હું ડરીજ ગઈ હતી કે હવે શું થશે. પણ એણે આ વાતનો ઉલ્લેખ ક્યારેય ન્હોતો કર્યો એટલે મેં પણ એની જોડે બધાં સામે અજાણ્યાની જેમ વાતચીત કરવાની શરુ કરી હતી.”

“તો પછી આજે મને આ વાત કરવાની શું જરૂર પડી ? મારું મન ખાટું થઇ ગયું તમે બેઉ……” ગુસ્સામાં કૉફીનો કપ પછાડીને ઉલ્લાસ બોલ્યો.

“તો સાંભળ, લાસ્ટ ત્રણ મહિના પહેલા જયારે હું વિનીતાબેનને મિસકેરેજ થયું ત્યારે એમનું ધ્યાન રાખવા ફ્લોરીડા ગઈ હતી ત્યારે વિનીતાબેનનાં કહેવાથી હું સિધ્ધાર્થ સાથે ડીપાર્ટમેન્ટલ સ્ટોર પર ઘર સમાન ખરીદવા ગઈ હતી.એ સમયે અમે બેઉ ફરી એજ “ઉન્ની” અને “સીધુ” બની ગયાં હતાં. ખુબ વાતો કરી અને એવું વિચારી પણ જોયું કે જો હું હમેશા માટે ઇન્ડિયા છોડી તારી જોડે અહી આવવા રાજી થઇ ગઈ હોત તો અમારી દુનિયા કેવી હોત….અને પછી આટલા વરસોનો બાંધી રાખેલો કાચો બંધ તૂટી ગયો અને લાગણીઓનું પુર આવ્યું એ પુરમાં અમારી મર્યાદા તણાઈ ગઈ. હું સમજી શકું છુ કે આ બધું સાંભળવું તારા માટે આસાન નહિજ હોય પણ આટલા વરસોમાં કરેલી એક ભૂલનાં ભોગે તુ આપણો સંસાર નહિજ બગાડે. આવી ત્યારથી આ વાત કરવી હતી માટેજ આવી ગેમ કૉફી ટેબલ પર રમતી જેથી એક દિવસ તારી સામે આ ભૂલ સ્વીકારીને મારી ભૂલનો પસ્તાવો કરી લઉં.”

વચન આપીને બંધાઈ ચુકેલો ઉલ્લાસ કંઈ પણ કરી શકવા અસમર્થ હતો એટલે એ પોતાની ઓફીસ જતો રહ્યો. હવે એમના ઘરનું વાતાવરણ બદલાઈ ચુક્યું હતું. હવે રોજની જેમ કૉફી બ્રેકફાસ્ટનાં સમયે કોઈ હસી કિલકારી નહોતી સંભળાતી. થ્રી બીએચકેનું ઘર જાણે સહારાનું રણ બની ગયું હતું. કોઈ અવાજ નહોતો બસ ખાલીપો જ ખાલીપો ….આમને આમ કરતાં બે મહિના વીતી ગયા. રોજની જેમ આજેય એ એકલી ટેબલ પર બેસીને કૉફીના બે કપને જોઈ રહી હતી.

બે મહિના પછી પહેલી વાર ઉલ્લાસ એની સામે ટેબલ પર બેઠો કૉફીનો કપ હાથમાં લઇ સીપ લેતા લેતા ઉન્નતિને એક કવર આપતા બોલ્યો “લે,ઉન્ની આ કવરમાં આપણી બધીજ સમસ્યાઓનું સમાધાન છે.”

-ધરતી દવે
Dhara3192@gmail.com

Categories: Dharati Dave

2 replies »

Leave a Reply