Dilip Ghaswala

વરસાદમાં

ગઝલ

વહાલના વાદળ ચડે વરસાદમાં,
યાદના ફોરા પડે વરસાદમાં.

કે તિમિર મેઘલ બને છે તેજીલો,
વિરહી રાત્રી અડે વરસાદમાં.

છે વરસવું રોજ તારી આંખમાં ,
તેજ સૂરજનું નડે વરસાદમાં.

પાંપણો છલકાય આષાઢી ક્ષણે,
યાદ તારી ગડગડે વરસાદમાં.

એક ધારા રાત’દિ ભીંજાવવા ,
મેઘના ટીપાં લડે વરસાદમાં.

મન તરાવે હોડી કાગળની “દિલીપ” ,
મૈત્રીની મૂડી જડે વરસાદમાં.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply