(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)
જિંદગીનો છે સહારો શ્રી ગણેશા,
નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા,
દોષ સૌ સંસારના તો દૂર કરતાં,
ભૂલને મારી સુધારો શ્રી ગણેશા,
વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો,
વાંક શું છે રે અમારો શ્રી ગણેશા,
હાજરીથી આપની સંકટ ના આવે,
આપવા ધરપત પધારો શ્રી ગણેશા,
થાળમાં છે લાડવા ને સંગ મોદક,
આરતીમાં ફૂલ હજારો શ્રી ગણેશા,
ઓરડે અજવાસ જાજેરો અપાવે,
રિધ્ધીસિધ્ધીનો ઉતારો શ્રી ગણેશા,
પારણિયે કાનજી મંદિર રામા,
વાસ અંતરમાં તમારો શ્રી ગણેશા.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat