ગઝલ
કળીઓને બસ છેતરી છે વસંતે
ગજબની રમત આદરી છે વસંતે,
ધોળે દિવસે તારાઓ દેખાડી ને,
કોમળ જાત ને વેતરી છે વસંતે ,
કળી તો શરમ થી બિડાઈ ગઈ ને,
પવન ની અગન નિતરી છે વસંતે,
વફાની કરી વાત ફૂલે..ખરી ને,
શૂળો ની પથારી કરી છે વસંતે,
કુસુમવત અભાવે ઘડાયો છું દિલીપ
પર્ણ પીડાઓ ઉભરી છે વસંતે.
-દિલીપ ઘાસવાલા
Categories: Dilip Ghaswala