Payal Unadkat

હોવી જોઇએ

હોવી જોઇએ

(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા × ગાલગા)

હો ઉદાસી આંખમાં એને હસાવી જોઈએ,
સાવ નાની વાતને સ્મિતે મઢાવી જોઈએ,

આયના સામે ધરેલી આંખ હોવી જોઇએ,
આ ચહેરા સંગ વાણી પણ સજાવી જોઈએ,

હાથમાં આવેલ તકથી સ્વયં તો ઝળકી શકો,
અન્ય કાજે પણ એ ખંતથી ગજાવી જોઈએ,

કાળના આઘાતથી પીંજર ભલેને ખળભળે,
અંતરે તો જ્યોત ઝળહળતી ટકાવી જોઈએ,

બોર એઠાં ચાખવા સાક્ષાત શ્રીહરિ આવશે,
એક ઈચ્છા આશની એવી બચાવી જોઈએ.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply