Asim Bakshi

અદભૂત યાત્રા

આજે આકરો લાગે છે આ ઉનાળુ તાપ ને મન કરે A/ C ની મમત,

બાળપણ માં સૂઝતું ના હતું કઈ, ફક્ત સુઝતી હતી શેરીઓ ની રમત,

સૂર્ય દાદા ના કિરણો વરસાવતા હતા અપાર હેત,

ખુલ્લા રેહતા પગ ને હાથ માં ક્રિકેટ નું બેટ,

ફક્ત એકજ બરફ ના ગોળા વાળો છીપાવતો તોફાનીઓની તરસ,

ભડ ભળતી બપોર પણ લાગતી હતી સુંદર સુહાની ને સરસ,

ત્યારે ક્યા હતા શટલ કોક ને રેકેટ,

ફુલ બેટ ની ઝામતી મેચો ને મોજ મસ્તી ના હતા પેકેટ,

મીઠી ખારેક સમું ગંગા માસીનું મુખડું,

અદભૂત ને મીઠું આનંદ આપતું આમોલીયા નું ખાટ્ટું ટુકડુ,

ગમે તેટલું પજવતા એમને ને કરતા અનહદ તોફાન,

મીઠું સ્મિત રેલાવી કરતા એ આંખ આડા કાન,

ઠંડી ગંડેરી મળતી હતી ” નવા દસકા માં ૧૦૦”,

દિલ બહાર ચૂરણ ની લારી પર બોલાવતા હતા હૈયસો,

ક્યાં હતા એ સી , કુલર ને ક્યા હતા ફ્રીજ ના ઠંડા બાટલા,

હોંઠ થી લઈને દિલ સુધીની તરસ છીપાવતા હતા પરબ ના ઠંડા માટલા,

ચપટા ચણા ની રમઝટ ને તળેલી તીખી દાળ પર કાચી કેરી ના કટકા,

સાચેજ ફીકા લાગે છે આજે પાસ્તા – પિત્ઝા ના બટકા,

યાદ આવે છે એ ઢળતી સંધ્યાએ ભાડા ની સાઈકલ ના ચક્કર,

જાણી બુઝી ને મારતા એક બીજાને ટક્કર,

ખોખલા આનંદ ની કોઈ ગુંજાઈશ ના હતી,

હતી મોજ મસ્તી નક્કર ; ધૂળ ધપેડા ખાતા હતા ને હતી ફક્ત આનંદ ઉલ્લાસ ની માત્રા,

દરેક ઉનાળુ વેકેશન કરાવતું હતું સ્વર્ગ સમી અદભૂત યાત્રા.

-આસીમ.

Categories: Asim Bakshi

1 reply »

  1. Change is the nature life. What we have to day was not back in a day. The good thing is that we have experienced and enjoyed the past and enjoying the present.

Leave a Reply