Dilip Ghaswala

મા તને પ્રણામ

મા તને પ્રણામ

તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા,
સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.

ધોમધખતા સુર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું,
વહાલનું વાદળ વરસતુ શ્રાવણી ઝરમર હતું મા.

દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ?
તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા .

યાદ આવે છે મને હાલરડા ને જાગી જવાય છે ;
સ્વપ્નમાં તારુ મલકતું મુખડુ મનહર હતું મા.

જિંદગીના દાખલાઓ ખુબ સારી રીતે ગણ્યા ;
જીંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા .

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply