Dr. Akhtar Khatri

આવ તું

વીતી ન જાય આ ક્ષણ, આવ તું,
તોડીને બધાય આવરણ, આવ તું.

સુનકાર વ્યાપ્યો તારા વગર જ્યાં,
રાહ જોઈ રહ્યું આંગણ, આવ તું.

તું જ છે સર્વસ્વ જેના માટે કાયમ,
જીવી રહ્યું તે એક જણ, આવ તું.

આપ્યું હતું જે હૃદય, મને સાટામાં,
પૂછે એ તારું હૃદય પણ, આવ તું.

એક ધબકાર સો વાર યાદ કરે તને,
એકવાર તેને તો તું ગણ, આવ તું.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply