Dilip Ghaswala

નથી ડરવાના

ગીત

સંત નો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના,
ગુરુ વિના કોઈ શરણ નથી ડર નથી મરવાના.

જીવન-મરણનો હરખ શોખ હવે હોય નહીં,
ગુરુ વીંધે ગુરુ ચીંધે દિલ હવે રોય નહીં.

હરિ નામના વાદળ થઈ કાયમ ઝરવાના,
સંતનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના.

કદંબના તીરે છે અમારી મસ્ત મઢુલી,
કૃષ્ણ કેરા હિચકે અમે રહ્યા છે ઝૂલી.

દુઃખ દર્દ ને ભૂલી જઈને સુખને વરવાના,
સંત નો સાથ છે અમ શિરે હવે નથી ડરવાના.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply