Dr. Akhtar Khatri

કડવો ઘણાને લાગું છું

અડધા ભરેલા જામને, અડધો ભરેલો માનું છું,
બાકી છે એ ય ભરાશે ચોક્કસ, એ હું જાણું છું.

અતીતમાં રહેનાર ઊંઘે, ભવિષ્ય વિચારનાર ડરે,
વર્તમાનમાં જીવનારની જેમ હું ખરેખર જાગું છું.

કીડીને કણ, હાથીને મણ, નક્કી છે, મહેનતથી,
જે આપ્યું છે તેણે, તે સાચવી શકું, એ માંગુ છું.

જેટલી આ દુનિયા મારી, એટલી બીજા જીવોની,
સમસ્ત જગતના સજીવોનું હિત સદા હું ચાહું છું.

રસ્તો મારો એ જ જે સત્યને સાથે રાખે ‘ #અખ્તર’,
થોડો ઘણો મીઠો તો થોડો કડવો ઘણાને લાગું છું.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply