આજે શીદને તું ભરમાઈ?
જાણી કઈ વાતોની સચ્ચાઈ?
તું જો તું છે તો હું હું છું,
તારી ને મારી શું સરસાઇ.
છીપમાંથી મોતી છૂટે તો ??
વાતો દરિયાનો ક્યાં સમજાઈ?
મત્સ્ય નો અવતાર મળ્યો છે,
પાણી સાથે અખ્ખર ઢાઈ.
ઘૂઘવતા મોજા શી યાદો,
જાણે તરફડે કો ‘ જીવ દરિયાઈ.
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala