Dr. Akhtar Khatri

આથમતો સૂરજ

નવી આશાઓ જગાવે છે, આ આથમતો સૂરજ,
અંધારાનેય કેવો ડરાવે છે, આ આથમતો સૂરજ.

રાતને આવવા દેશે કે બધા જાણીએ અંધારાને,
અજવાળાનેય નચાવે છે, આ આથમતો સૂરજ.

ડૂબતી વેળાએ દર્દ તો એને પણ થતું જ હશેને,
ખુદમાં વેદનાને સમાવે છે, આ આથમતો સૂરજ.

દરેક રંગ આ ઢળતી સાંજનો ખુશનુમા લાગે છે,
આકાશી રંગોને હસાવે છે, આ આથમતો સૂરજ.

સાંજ અને નિશાની સદીઓથી કહાણી ‘અખ્તર’,
બન્નેનું સદા મિલન કરાવે છે, આ આથમતો સૂરજ.

-Dr. Akhtar Khatri

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply