પથ્થરની ફરીથી પથ્થર થયાની વાત છે,
દવાની જાણે હવે મંતર થયાની વાત છે.
રિસાયો લાગે છે ઈશ્વર માનવજાતથી કે,
નભની વધુ થોડું અધ્ધર થયાની વાત છે.
શીદ થઈ આ બધી મોકાણ, વિચારો તો,
ભાંગેલું આપણું મુકદ્દર થયાની વાત છે.
નાની પીડા જે મહાકાય બની ગઈ છે તે,
વર્ષાના ટીપાની સમંદર થયાની વાત છે.
જો સમજી શકો તમે, આ થોડામાં ઘણું,
ભીતરના જણની અખ્તર થયાની વાત છે.
-Dr. Akhtar Khatri
Categories: Dr. Akhtar Khatri