Dilip Ghaswala

રાતભર

ગઝલ – રાતભર

યાદમાં એની રડે તું રાતભર,
શીખ જીવતાં તું હવે એના વગર.

જે રીતે બદલાય ઋતુ એ રીતે,
એમણે બસ ફેરવી લીઘી નજર

એ હવે પાછી કદી ના આવશે,
આમ એની વાટ તું જોયા ન કર.

જિંદગી ની ધૂન બદલી જોઈ લે,
ત્યારે સમજાશે તને કોઈ કસર.

પ્રેમ વર્ષોથી સદા રડતો રહ્યો,
કોઈએ પણ ના કરી એની કદર.

યાતના એ જિંદગીનો ભાગ છે,
તું સહે છે દર્દ એ છે બેખબર.

દર્દને આંસુમાં ઢાળી ગાઈ લે,
રાગ ઇશ્વરી ન થાશે બેઅસર

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply