Asim Bakshi

એકાંતની અટારી

જવાની નું લોહી બદલાય
કિશોર થી સાયગલ થાય
સાંજ એકાંતે સારી લાગે
મન કહે જલ્દી રાત થાય

પુરાણી પ્રેમકથા યાદ આવે
હૈયે પ્રેમપત્રો આવે
વગર કારણ ચેહરો મલકાય
આછી આછી આંખો છલકાય

કોઈ છે પાસે આભાસ થાય
મન ને થોડી હાશ થાય
બંધ આંખે ચિત્રપટ ચાલે
ખરેખર એની ખોટ સાલે

અતીત નો અરીસો ખુબસુરત
વારંવાર જોવાનું મન થાય
ગુલાબી કોર આકાર ની
આંખ સામે એ હાજર થાય !!!

-આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply