ગ્રીષ્મ રાતે ઝળહળે છે ચાંદની,
આપવા ઠંડક અડે છે ચાંદની.
તેં બિછાવી જાળ કેવી રૂપની?
પાથરી છળ ટમટમે છે ચાંદની.
તારલા થઈ યાદ વેરાઈ બધે ,
શોધવા એ નીકળે છે ચાંદની .
ચાંદથી ઉધાર લીધું તેજ જે,
લેતી દેતી ચૂકવે છે ચાંદની.
જિંદગીમાં છે અમાવસ કાયમી,
તું નથી તો ક્યાં મળે છે ચાંદની?
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala