Dr. Akhtar Khatri

રહે

તું ભલે ન બોલે કશુંય, આ આંખો તારી ન મૌન રહે,
તું ન કહે તે આંખો કહી દે, પછી તુજથી દુર કોણ રહે.

ફક્ત એક ઝલક તારી મળે તો ઘણુંય છે મારા માટે,
સુરજ, ચંદ્ર, સિતારા કે ધરા, બધુ જ પછી ગૌણ રહે.

આછકલો સ્પર્શ જો થઈ જાય તારી આંગળીઓનો,
અંગ અંગમાં મારા પછી તો સાહ્યબી દોમ-દોમ રહે.

ન થઈએ વિખુટા કદી, એકવાર મળ્યા આપણે તો,
કાયમ તને આલિંગન આપવાનું હૃદયમાં જોમ રહે.

દરેક ક્ષણ આ જીવનની તને જ અર્પણ કરી કાયમ,
ફક્ત તારી ખાતર જીવવા ‘ #અખ્તર’નું રોમ રોમ રહે.

-ડો. અખ્તર ખત્રી

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply