Dilip Ghaswala

જેવો છે સમય

ગઝલ :- જેવો છે સમય

ભૂલેલા આ ભાન જેવો છે સમય;
ભટકી ગયેલા ધ્યાન જેવો છે સમય.

રાજવીની ધાક ગઈ છે ઓસરી;
ખાલી ખાલી મ્યાન જેવો છે સમય.

પ્રાર્થના માં કે અઝાન માં એ નથી;
અંતે તો ભગવાન જેવો છે સમય.

પ્રસ્વેદી જળથી ઉછેર્યા પાક ને;
પ્રસન્નતાના ધાન જેવો છે સમય.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply