કહ્યા વગર, તું મારા દર્દને જાણી લે છે,
મારા મૌનના છુપ્યા અર્થને જાણી લે છે.
દર વખતે, સરળતાથી મનાવી લે કેમ કે,
મારા રિસાઈ જવાના તર્કને જાણી લે છે.
ધ્યાન તો રાખે જ છે તું મારી ખુશીઓની,
મારા બધા ઝખ્મોની ગર્તને જાણી લે છે.
નથી મંજુર કડવાશ આપણા સબંધમાં,
તેવા વહેમના ઝેરીલા સર્પને જાણી લે છે.
સાવ સહજ છે ‘ #અખ્તર’ સ્નેહ તારો આ,
તું જિંદગીના સાચા અર્કને જાણી લે છે.
-ડો. અખ્તર ખત્રી
Categories: Dr. Akhtar Khatri