ના વાર છે ના તહેવાર છે
બધાજ દિવસ રવિવાર છે
મન ખુબ ખુશખુશાલ છે
સાથે બેઠો પરિવાર છે
દિવસ ભલે બદલાય છે
પણ એક જેવી સવાર છે
મરકતા મરકતા ઉઠીયે
ત્યાંજ ઝાડુ પોતા તૈય્યાર છે
ઘરે બેસીયે હિંચકે ઝૂલતા
આજ મર્સિડીસ કાર છે
આનંદ માં રહો ઘરે રહીને
બહાર નીકળવું બેકાર છે
મળ્યા મોદીજી જેવા નેતા
ઘણો મોટો ઉપકાર છે
એમના ફરમાન ને નિભાવવા
આખો દેશ તૈય્યાર છે !!!
લેખક:- આસીમ બક્ષી
Categories: Asim Bakshi