Dilip Ghaswala

સંભળાવો દિવ્યવાણી

હરિ ગીત – સંભળાવો દિવ્યવાણી..

મારી આંખમાંથી વહે અશ્રુપાણી ,
હરિ, મને સંભળાવો દિવ્ય વાણી.

આપો મને એક એવો અવસર જેમાં હોય તમારો અણસારો,
હું તો નીકળ્યો છું ઇશને પંથે બનીને એકલ પંડો વણઝારો.
અંધારે મહેકે જ્યમ રાતરાણી,
હરિ, મને સંભળાવો દિવ્ય વાણી.

તારા લયમાં વિલીન થાઉં તો પછી ખીલવા કે કરમાવાની વાત નહીં,
આકાર નિરાકારના ભેદ ટળે ઉદય કે અસ્ત થવાની કોઈ વાત નહીં.
એહસાસ કરાવો ઇશ અગમની ઓળખાણી ,
હરિ મને સંભળાવો દિવ્ય વાણી.

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply