Poems / कविताए

આ વિરામ જરુરી હતો

અંત તરફ આંધળી દોટ મૂકી હતી આ દુનિયાએ,
એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો.

શોખીન તો થયા બધા પણ શોખ ભૂલી ગયા,
એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરૂરી હતો.

લોકોએ પક્ષ બદલ્યો, પક્ષોએ સરકાર બદલી,
રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો.

રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા,
કુદરતના રૂપને માણવા આ વિરામ જરૂરી હતો.

ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ,
મિથ્યા એ તોડવા આ વિરામ જરૂરી હતો.

નવા સંબંધો બહુ બાંધ્યા, જૂના ટકાવી ના શક્યા,
એ જુના સંબંધો તાજા કરવા આ વિરામ જરૂરી હતો.

કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં,
એનો હિસાબ મેળવવા આ વિરામ જરૂરી હતો.

એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ,
એ સમજદારી કેળવવાં આ વિરામ જરૂરી હતો.

ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ,
ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો.

Stay at Home
Stay Safe

-અજ્ઞાત 

Leave a Reply