ગઝલ
હરિવર,આ ઝળહળતો આભાસ ક્યાંથી ?
ફૂલો જેવી કોમળ આ કુમાશ ક્યાંથી ?
શશી ને ખરીદી લીધો સ્કેવર ફીટે,
ગગન ને મળે આવો અજવાસ ક્યાં થી?
ચણી છે દીવાલો, કપાયા સબંધો,
મળે ઉડવા અમને આકાશ ક્યાંથી?
લૂંટી લાજ હેવાનો થઈ જાય બાપુ,
તરે તો તરે એમની લાશ ક્યાં થી?
અહમ નો લઈ ભાર શાને ફરે છે?
હવા જેટલી હોય હળવાશ ક્યાંથી?
-દિલીપ વી ઘાસવાલા
Categories: Dilip Ghaswala