Poems / कविताए

હળવાશની એક હઝલ

હળવાશની એક હઝલ

હવે તો ખમૈયા કર, ઓ કોરોના કીટાણું,
આખી દુનિયાએ આદર્યું છે, બાંયો ચઢાવી ધીંગાણું.

જે પ્રતિદિન રળતાં હતાં, લાખો રૂપિયા ચપટીમાં,
લમણે હાથ મૂકી બેસવાનું આવ્યું છે ટાણું.

ભલભલા ખેરખાંઓ શોધે છે, બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ,
મોલ, આર્કેડ, બુટિક બંધ છે, કેમ કરવું હટાણું ?

રેસ્ટોરાં, હોટેલ ને પાર્લર માં ઝૂલે મણ મણનું તાળું,
નવરા બેઠાં ખૂબ ફાક્યું, હવે નથી ભાવતું ચવાણું.

પીઝા, પાસ્તા, બર્ગર કયાં અદ્રશ્ય થઇ ગયા ?
ખીચડી કઢી, રોટલાં નુ, રોજ પીરસાય છે ભાણું.

નજરકેદના કેદી જેવી, વીતી રહી છે જિંદગી,
સૌ દિલમાં એક જ આરઝૂ, ક્યારે ખુલશે બારણું ?

-અજ્ઞાત 

Leave a Reply