Asim Bakshi

આર્ટ ઓફ લિવિંગ

ટૂંકી વાર્તા : “આર્ટ ઓફ લિવિંગ”

ધીરજલાલ પ્રાથમિક શાળાના શિક્ષક હતા, ખુબ ખંતીલા ને ખુબ મોજીલા શિક્ષક તરીકે એમની ઓળખાણ હતી. વર્ગમાં નાના વિદ્યાર્થીઓને વાંચન સાથે બાળ વાર્તાઓ કેહતા અને ફ્રી પિરિયડમાં છોકરાઓને મેદાન પર લઇ જઈને રમતો રમાડતા. કોઈ નબળો વિદ્યાર્થી હોય તો તેને ઘરે બોલાવીને ભણાવતા હતા. સાદગી અને સુવિચારો એમની આગવી ઓળખ હતી.

એક દિવસ બધા શિક્ષકોને શાળા ના પ્રિન્સીપાલે સ્ટાફ રૂમમાં બોલાવ્યા અને કહ્યું કે “ડીસ્ટ્રીકટ એડ્યુકેશન ઓફિસે આજે એક પરિપત્ર મોકલ્યો છે દરેક શિક્ષકને એક અઠવાડિયા માટે ફરજીયાત “આર્ટ ઓફ લિવિંગ” ના કેમ્પમાં જવાનું છે.”

ધીરજલાલ ઉભા થઇ કહ્યું “માફ કરજો સાહેબ, એક વાત કહું? આર્ટ ઓફ લિવિંગનો સહુથી સારો કેમ્પ એ દરેક શાળા અને તેના વિધ્યાર્થીઓજ છે; જો તમે નાના બાળકો વચ્ચે સમય પસાર કરશો અને એમને નિરખશો તો તમને દેખાશે કે જિંદગીને કેવી રીતે જીવાય. તદ્દન નિસ્વાર્થ મિત્રતા, પરસ્પર પ્રેમ ની અખૂટ સીમા, કપરા સંજોગોમાં એક બીજાની મદદ, ખુલ્લા મને વેરાતું હાસ્ય, નિર્દોષ મજાક મસ્તી, આનાથી વિશેષ સારી રીતે જિંદગી જીવવાના પાઠ કોઈ પણ આર્ટ ઓફ લિવિંગનો કેમ્પ કે સત્ર આપણને શીખવાડી ના શકે.”

એકજ શ્વાસે બધું બોલીને ધીરજલાલ પોતાની ખુરશી પર બેસી ગયા અને તમામ શિક્ષકો અને આચાર્ય પોતે પણ તાળી વગાડી ઉઠ્યા !!!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply