Dilip Ghaswala

હરી તમે

ગીત – હરી તમે

હરી તમે આચમનીમાં ધરેલ પાણી ,
પંચામૃતની સોડમ લેશે અમને તાણી.

હરી ઓઢો તમે આ હુંફાળો તડકો ,
એક એક રૂવાંડે હરિવર અમને ઉષ્ણ અડકો.

સઘળી નદીઓનાં સ્મરણ જીહ્હવાગ્રે વાણી ,
હરી તમે આચમનીમાં ધરેલ પાણી..

ભીનાં વસ્ત્રે કરું હું જરી ને તરભાણું કોરું ,
ચંદન લેપ લગાવી અંગે અંગે મહોરું.

સજી વાઘાં હરિવર બિરાજો , કરવી છે ઉજાણી ,
હરી તમે આચમણીમાં ધરેલ પાણી..

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply