ગીત – કદંબ ડાળે..
કદંબ ડાળે યમૂના તીરે, સાંભળે વેણુરવ નો સૂર,
સાંભળી બંસરી સૂર , રાધિકા થઈ ચકનાચૂર..
સૂણી વાંસળીના સપ્ત સૂર,
દિલ થયુ અધીર,
કાનૂડા આવવામાં શીદ ને લગાડે વાર ?
બંસરી લાગે બધીર…
શ્યામ વાદળ આંખે આંજી, શ્યામ વરસ્યો ઘેઘૂર,
સાંભળી બંસરી સૂર , રાધિકા થઈ ચકનાચૂર…
સૂર બંસરી ના સાંભળી
રાધિકાની આંખ મલકી,
યમુના બની ગાંડીતૂર આજ,
કાના તુજ છાલક થી છલકી…
પ્રેમનો આસવ પી રાધિકા થઈ ચકચૂર,
સાંભળી બંસરી સૂર, રાધિકા થઈ ચકનાચૂર.
-દિલીપ વી ઘાસવાલા
Categories: Dilip Ghaswala