બંધારણ-ગાલગાગા ગાલગાગા ગાલગા
➖➖➖➖➖➖➖➖➖
બીજને તો વાવવાનું હોય છે,
નષ્ટ હો એ દાટવાનું હોય છે,
જે મળે એ માણવાનું હોય છે,
ના ફરજથી ભાગવાનું હોય છે,
દિવસે ઉજાસમાં ઓઝલ થતું,
રાતભર એ તાકવાનું હોય છે,
શીત વાયુ પણ દઝાડે જેમને,
હૂંફ આપી ઠારવાનું હોય છે,
દૂર છે મંઝિલ ને રસ્તે કંટકો,
અવગણીને ચાલવાનું હોય છે,
સાવ સાચું ના કહો તો ચાલશે,
સો ગરણથી ગાળવાનું હોય છે,
માનવી અવતાર છે વ્યાધિ ભર્યો,
થોડું સુખ પણ ધારવાનું હોય છે.
–પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat