રંગ પર્વ મુબારક..
કહ્યું હતું ફક્ત રંગથી રમજો ઑણ સાલ ,
તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ.
ઉરમાં ઉમટી પડ્યું રંગીન પુર,
અંગ અંગ ઝંકૃત થઈ નાચે નૂપુર.
રંગ ભીનું જોબન ભીંજાયું , થઈ જવાયું ન્યાલ,
તમે તો છાંટયું પિચકારીથી વ્હાલ.
છાંટો રંગો , એને અંગેઅંગ આજ ગોરી,
કરો ભીની એને એવી, આજ ના જાય એ કોરી.
ગાલ સાથે ગાલ ઘસીને ઉડાડો ગુલાલ,
તમે તો પિચકારીથી છાંટયું વ્હાલ.
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala