વિક્રમ રાજા વેતાળને ખભા પર લઈને ચાલતા નીકળ્યા. વેતાળે કહ્યું સાંભળ રાજા “એક શહેરમાં કોરોના વાઇરસ ફેલાયો હતો એટલે ત્યાં લોક ડાઉન જાહેર થયું હતું, કોર્પોરેશને નક્કી કર્યું કે શહેરના બધા ગધેડાની ગણતરી કરી નાખીયે. અને બે દિવસમાં કર્મચારીઓ ગધેડાઓ ની વસ્તી ગણતરી કરીને લઇ આવ્યા પણ કમિશનર સાહેબે કહ્યું કે “હજુ બધા નથી ગણાયા છે.”
બધા માથું ખજવાળવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે એક પણ ગધેડો બાકી નથી તો સાહેબ કેમ કહે છે કે થોડા બાકી રહી ગયા છે? બોલ વિક્રમ આનો જવાબ આપ.
રાજા વિક્રમે કહ્યું “એ વેતાળ, જે લોકો લોક ડાઉનમાં બહાર રખડવા નીકળે છે એ પણ ગધેડાઓ છે, જે ગણતરીમાં બાકી રહી ગયાં છે.”
વેતાળે કહ્યું “શાબ્બાશ વિક્રમ, તું બોલ્યો ને હું ચાલ્યો ” !!!!
લેખક:- આસીમ બક્ષી
Categories: Asim Bakshi