Payal Unadkat

શું થશે!

(ગાગાલગા×3)

કારણ વગર જાગી જવાયું શું થશે!
ચાલ્યા નથી થાકી જવાયું શું થશે!

આવી પડેલા કામ કરતા પેટ દુખે,
જંજાળથી ભાગી જવાયું શું થશે!

ચાલાક મન અવળું વિચારી મેળવે,
મીઠાશ એ ચાખી જવાયું શું થશે!

હોઠે વરખ વાણી કહે અંતર કટુ,
મન એમનું તાગી જવાયું શું થશે!

તકતી લગાવી સાધુની ફરતા બધે,
એ દંભથી પાકી જવાયું શું થશે!

પાયલ ઉનડકટ

 

Categories: Payal Unadkat

Leave a Reply