Dilip Ghaswala

રમત સમજાય છે

ગઝલ – રમત સમજાય છે

આયખું પૂરું થવા ને જાય છે,
તેમ શ્વાસોની રમત સમજાય છે.

ડૂબકી મારો અશ્રુના કુંડમાં ,
ડૂસકાંને ડુમાઓ પડઘાય છે.

સાહિબીને પામવાનો લોભ છે ,
“બહુ થયું ભૈ” એવું ક્યાં કહેવાય છે?

લાગણીઓ જડભરત થઈ સર્વની ,
ભાવ ભીના લોકો ક્યાં દેખાય છે?

ઝેર પીવે છે ઘણા જીવો અહીં ,
મોત સુધી તોય ક્યાં પહોંચાય છે?

-દિલીપ વી ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply