ગઝલ
એમ ક્યારે કોઈને મળતી ગઝલ.
જયાં મળે બે આંખ ને બનતી ગઝલ.
આંખમાંથી નીતરે છે વેદના,
કાળજની ભીતરે જલતી ગઝલ.
રાતભર ટાંક્યા સિતારા કેશમાં,
જાગરણની પાંપણે રડતી ગઝલ.
દૂર કોઈ એક પરદો સળવળે,
અટકળોના ઢાળ પર ઢળતી ગઝલ.
તું લકીરોમાં નથી કિસ્મતની આ,
આંખોથી ઓઝલ થતી સરતી ગઝલ.
-રીટા મેકવાન “પલ”
Categories: Rita Mekwan