Payal Unadkat

બતાવો

(લગા લગાગા લગા લગાગા)

નગર વચાળે ફરી બતાવો,
દરદ કોઇના હરી બતાવો,

ગમે મધુરા શબદ અમારા ,
અમી અધરથી જરી બતાવો,

ભર્યુ છે કૌવત ઘણું શરીરે ,
અવળ વહેણે તરી બતાવો,

વગર ગુનાએ સજા મળી છે,
કદમ એ બાજુ ભરી બતાવો,

બની વિધાતા નસીબ લખતાં,
વિપદ જો આવે તરી બતાવો,

વસંત ખીલી સહેજ અંગે,
પવન ઝપાટે ખરી બતાવો,

સ્વજન હ્રદયને જે દર્દ આપે
હસી પરતમાં ધરી બતાવો.

પાયલ ઉનડકટ

 

Categories: Payal Unadkat

Leave a Reply