Dr. Nimit Oza

કન્ક્લ્યુઝન્સ આર ડેન્જરસ

આઈ નો ધેટ
‘કન્ક્લ્યુઝન્સ આર ડેન્જરસ’.

કોઈપણ પરીસ્થિતિ, ઘટના કે વ્યક્તિ વિશે કોઈપણ નિષ્કર્ષ પર આવવું, એ ખતરનાક છે. પણ તેમ છતાં ઓવર અ પીરીયડ ઓફ ટાઈમ, હું એવું માનવા લાગ્યો છું કે દરેક ઘટનાની પાછળ એક વિજ્ઞાન રહેલું હોય છે. ‘એવરીથિંગ ઈઝ સાયન્સ એન્ડ સાયન્સ ઈઝ એવરીથિંગ’. કોરોના-ફેઝ પત્યા પછી આ વિષય પર હું તમારી સાથે કલાકો લાંબી ચર્ચા કરવા તૈયાર છું (અફકોર્સ, ઓવર અ કપ ઓફ કોફી). એક અફલાતૂન એકેડેમિક ડિસ્કશન માટે આઈ એમ ઓલવેઝ રેડી.

પણ અત્યારે વાત કરવી છે ‘અગ્નિ’ની. પાંચમી તારીખે રાતે નવ વાગ્યે નવ મિનીટ સુધી દીવો કરવાથી શું થશે ? એ મારે સમજાવવું છે. મેં ભણેલા વિજ્ઞાનને આધારે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. પ્લીઝ કરેક્ટ મી, ઈફ આઈ એમ રોંગ.

કોઈપણ બળતણ એટલે કે ફ્યુઅલનું જ્યારે દહન થાય છે ત્યારે એ બળતણમાં રહેલા અણુઓ પોતાનું સ્વરૂપ અને સ્થળ બંને બદલે છે. ધારો કે મીણબત્તી. આપણે જ્યારે મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે મીણમાં રહેલા અણુઓ દીવાસળીની આગને કારણે એકબીજાથી દૂર જવા લાગે છે. દરેક બળતણમાં ‘હાઈડ્રો-કાર્બન’ હોય છે. અગ્નિ પેટાવવાથી આ બળતણમાં રહેલા હાઈડ્રોજન અને કાર્બન એટ્મ્સ છુટા પડે છે અને પોતાના ઘર (એટલે કે મીણબત્તી)માંથી બહાર નીકળીને વાતાવરણમાં પ્રવેશે છે. વાતાવરણમાં પ્રવેશીને તેઓ હવામાં રહેલા પોતાના મિત્ર ઓક્સીજન એટમ્સને મળે છે અને તેમની સાથે રિલેશનશિપમાં જોડાય છે.

જ્યારે હાઈડ્રોજન અને ઓક્સીજન રિલેશનશિપમાં પ્રવેશે છે ત્યારે H2O એટલે કે પાણી બને છે. એ જ રીતે જ્યારે કાર્બન અને ઓક્સીજન એકબીજા સાથે પ્રેમ-સંબંધમાં જોડાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ (CO૨) અથવા કાર્બન મોનોક્સાઈડ (CO) બને છે.

હીરોની એન્ટ્રી હવે થાય છે. જ્યારે એકસાથે અસંખ્ય દીવાઓ પ્રગટે છે કે મીણબત્તીઓ સળગે છે ત્યારે વાતાવરણમાં અચાનક બે ફેરફારો થાય છે. એક તો એ કે વાતાવરણનું તાપમાન અચાનક વધી જાય છે અને બીજું, આ અપૂર્ણ દહન (Incomplete combustion) હોવાથી વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ અચાનક વધી જાય છે.

વનસ્પતિમાં થયેલા પ્રયોગોને આધારે (કારણકે વાઈરસનું ઇન્ફેક્શન પ્લાન્ટ્સમાં પણ થતું હોય છે) એ વાત ઓલમોસ્ટ સાબિત થઈ ચુકી છે કે કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડનું અચાનક પ્રમાણ વધવાથી વાતાવરણમાં રહેલા વાઈરસ કે અન્ય કોઈપણ જીવાણું નાશ પામે છે. ફક્ત એટલું જ નહીં, તેઓ કોષમાં રહેલા વાઈરસના રેપ્લીકેશન એટલે કે વિભાજન દર ઉપર પણ બ્રેક મારી શકે છે.

આ કોઈ રોકેટ સાયન્સ નથી, આ સામાન્ય વિજ્ઞાન છે. પણ દેશના પ્રધાનમંત્રી દ્વારા આ સામાન્ય વિજ્ઞાનનો આ રીતે પ્રેક્ટીકલ અમલ કરાવવો, એ ઘટના અસામાન્ય છે. કોઈ વ્યક્તિ જ્યારે દેશ માટે પોલીટીકલ સાયન્સમાંથી બહાર આવીને પ્રેક્ટીકલ સાયન્સમાં પ્રવેશે, ત્યારે એ વ્યક્તિને સમગ્ર દેશે સપોર્ટ કરવો જોઈએ.

હોટ પ્લેટ કે ગેસ એટલા માટે નથી સળગાવવાનો કારણકે આપણે જ્યારે હોટ પ્લેટ ચાલુ કરીએ છીએ ત્યારે એ વાયુરૂપી બળતણનું ‘સંપૂર્ણ દહન’ થાય છે. Complete combustion થવાથી એ સંજોગોમાં ફક્ત વોટર અને કાર્બન ડાયોક્સાઈડ જ ઉત્પન્ન થાય છે. માટે આપણે એવું જ બળતણ વાપરવાનું છે, જેનું અપૂર્ણ દહન થાય. મીણબત્તી કે દીવો.

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે વર્ષોથી ‘અગ્નિ’ને પવિત્ર માનતા આવ્યા છીએ. કારણકે અગ્નિ એક એવી ઉર્જા છે જે શુદ્ધિકરણ કરે છે. એ દુષણોનો નાશ કરે છે. એટલે જ આપણે હોળી પ્રગટાવીએ છીએ, દિવાળી ઉજવીએ છીએ. દરેક તહેવાર પાછળ એક સાયન્સ છે.

મોદી સાહેબે આપણને ફરી એકવાર દિવાળી ઉજવવાનો ચાન્સ આપ્યો છે. આપણે ભડકો નથી કરવાનો, અગ્નિ પેટાવવાની છે. કશું સળગાવવાનું નથી, ફક્ત પ્રગટાવવાનું છે. કોરોના હેઝ ટુ ગો. વાઈરસનું ઇન્ફેક્શન એક વિજ્ઞાન છે. માઈક્રોબાયોલોજી એટલે કે જીવાણુઓનું વિજ્ઞાન. અને એ વિજ્ઞાનને પરાસ્ત કરવાનો એક જ રસ્તો છે, એનાથી વધારે સુપીરીયર વિજ્ઞાન. સકારાત્મક ઉર્જા હંમેશા નકારાત્મક ઉર્જાનો નાશ કરતી આવી છે. એ રાવણ-દહન હોય કે કોરોના-દહન.

-ડૉ. નિમિત્ત ઓઝા
( કોરોના એ નથી જાણતો કે આ ભારત દેશ છે. અહિયાં પ્રહલાદને બાળવાના ઈરાદાઓ સાથે આવેલી દરેક હોલિકાનું વારંવાર દહન થતું રહેશે.)

Categories: Dr. Nimit Oza

Tagged as: ,

Leave a Reply