એ દોસ્ત તને મળવું છે
થોડું હસવું છે
થોડું રડવું છે
જોર થી ભેંટી ને તને
મન મોકળું કરવું છે
એ દોસ્ત તને મળવું છે
મસ્તી થી ઝુમવું છે
મસ્તક તારું ચુમવું છે
હાથ આપજે હાથ માં
તારી સાથે ઘુમવું છે
એ દોસ્ત તને મળવું છે
મન તારું કળવું છે
યાદો કરવી છે તાજી
આંગળીએ બધું ગણવું છે
એ દોસ્ત તને મળવું છે
રૂબરૂ મળવું છે
આ લોકડાઉન પતવા દે
પંગત લગાવીને જમવું છે !!!
-આસીમ @ હોમ !!🏠
Categories: Asim Bakshi