Asim Bakshi

ઉજવણી

ટૂંકી વાર્તા : “ઉજવણી”

અદિતિ અને સુશાંતના લગ્ન નક્કી થયા. બંને અત્યંત ધનિક કુટુંબના હતા. બંનેના વડીલોએ લગ્નની ઉજવણી કેવી રીતે કરવી એના માટે મિટિંગ ગોઠવી. બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આખા શહેરમાં કોઈએ નહિ કર્યા હોય તેવા ભપકાદાર લગ્ન કરવા. મહેંદી, સંગીત સંધ્યા, કોકટેલ પાર્ટી, પ્રિ-વેડિંગ પાર્ટી, તથા બધી ધાર્મિક વિધિઓ માટે નું બજેટ નક્કી કરવામાં આવ્યું. બંને પક્ષનાઓ ના જોઈન્ટ વેન્ચરમાં આશરે ૪ કરોડનો ખર્ચો મુકવામાં આવ્યો.

અદિતિ અને સુશાંત એ શાંતિથી બધી વાતો સાંભળી લીધી. કંકોત્રી માટે મુંબઈના ડિઝાઈનરને બોલાવવામાં આવ્યો હતો અને એ દિવસે બધાએ ભેગા મળીને વેડિંગ કાર્ડ્સ સિલેક્ટ કરવાના હતા. ડિઝાઈનર સાંજે ઘરે આવ્યો હતો અને બંને વડીલો તથા કુટુંબના અન્ય સભ્યો પણ હાજર હતા. સુશાંત અને અદિતિ દેખાતા ન હતા.

સુશાંતના પિતાએ ફોન કર્યો તો સુશાંતે કહ્યું “બસ ૧૫ મિનિટમાં આવીએ છીએ.”

થોડીવાર થઇ એટલે અદિતિ અને સુશાંત બંને ઘરે આવ્યા. બંને લગ્નના કપડાંમાં સજ્જ હતા અને આવીને બંને વડીલોના પગે લાગ્યા અને કહ્યું “માફ કરજો, આજે અમે મંદિરમાં લગ્ન કરી લીધા છે, અને અમારી એક વિનંતી છે કે અમારા લગ્નના ખર્ચના તમામ રૂપિયા અમને આપી દો. અમે શહેરમાં એક સારું અનાથાશ્રમ બનાવવા માંગીએ છીએ અને આપણા બંનેના કુટુંબના નામે એ બનશે.”

બંને વડીલો હતપ્રભ થઇ ગયા અને અદિતિ સુશાંતને ગળે લગાવીને બોલ્યા “આજે અમારા સિંચેલ સંસ્કારથી અમારી આંખો તમે ખોલી, ભગવાન બધાને તમારા જેવા વહુ બેટા આપે.”

ઘરના તમામ સભ્યો તાળી પાડી ઉઠ્યા !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

2 replies »

Leave a Reply