(ગાગા×4)
ઈશ્વર એવો ખિજાયો છે,
કેવો મહારોગ ફેલાયો છે,
નાકાબંધી જ સહારો છે,
કોરોના જો રેલાયો છે,
કેદ કરી પંખી ખુશ થાતો,
કેવો પીંજર પુરાયો છે,
સંકટનો કાળો ઓછાયો,
જગ આખામાં ઘેરાયો છે,
પાપ ઘણા કરતા ના ચૂક્યો,
આજે એ ખૂદ ફસાયો છે,
આફતથી બિલકુલ ના ડરજો,
ઘરમાં ઉપચાર સવાયો છે,
દાતા! માફ કરો બાળકને,
જો એ કેવો પસ્તાયો છે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat