Asim Bakshi

ચંદા મામા

ટૂંકી વાર્તા : “ચંદા મામા”

પ્રદીપભાઈ અમેરિકામાં ખુબ જાણીતા વૈજ્ઞાનિક હતા, અને સ્પેસ પ્રોગ્રામમાં હંમેશા એમનો ખુબ મોટો ફાળો રહેતો. દર ચાર વર્ષે પ્રદીપભાઈ ઇન્ડિયા આવતા અને પોતાના વતન સુરતમાં ૨૦ દિવસ ગુજારતા. ખાસ કરીને એમના મોહોલ્લામાં આવેલી ખડકીમાં એકલા રહેતા વિનોદમામાંના ઘરે અચૂક જતા. બાળપણમાં બધા છોકરાઓને વિનોદમામાં પોતાના ઘરે બોલાવીને બાળ વાર્તા ની ચોપડીઓ વાંચવા આપતા.

પ્રદીપભાઈ ને તો બસ ચંદા મામા મેગેઝીન માં રસ પડે અને વિનોદમામાંની પાસે બેસીને આખું મેગેઝીન વાંચી જાય. વિનોદમામાં બધાને કેહતા કે “હું જ્યારે ગુજરી જઈશ તો ભગવાન મને ચંદ્ર પર ઘર આપશે અને મને મળવા મારો પ્રદીપ ચંદ્ર પર પણ આવશે. આ છોકરો મોટો થઈને ડોક્ટર અથવા વિજ્ઞાનિક બનશે.” પ્રદિપભાઈ ભણવામાં બહુ હોશિયાર હતા એટલે આગળ ભણવા અમેરિકા ગયા અને ત્યાં વૈજ્ઞાનિક બની ગયા.

એક દિવસ સુરતમાં રહેતા પાડોશીએ ફોન કર્યો કે “વિનોદમામાં ની તબિયત બહુ ખરાબ થઇ ગઈ છે અને તમને બહુ યાદ કરે છે.”

પ્રદીપભાઈએ તરતજ ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી લીધી. સાંજે પ્રદીપ ભાઈ પર NASA ની ઓફિસ માંથી ફોને આવ્યો કે “યુ આર સિલેક્ટેડ ફોર મૂન મિશન, પ્લીસ રિપોર્ટ ઓફિસ અર્જન્ટલી.”

વર્ષોથી જે મિશન ની રાહ જોતા હતા તે દિવસ આવી ગયો અને પ્રદીપભાઈને એક મહિનામાં ચંદ્રયાનથી ચંદ્ર પર જવાનું મિશન મળી ગયું. બીજા દિવસે પાડોશીનો ફોન આવ્યો કે “વિનોદમામાં ગુજરી ગયા છે.”

પ્રદીપભાઈ ખુબ રડ્યા અને બંધ આંખે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. મૂન મિશનનો દિવસ આવી ગયો અને પ્રદીપભાઈની ચંદ્ર ની યાત્રા શરુ થઇ. જ્યારે યાન ચંદ્રની નજીક પોહોંચી ગયું અને ચંદ્રમા ખુબ નજીક દેખાવા લાગ્યો ત્યારે જ પ્રદીપભાઈ ના વિચારોમાં બાળપણની યાદો દોડી ગઈ અને વિનોદમામાંના શબ્દો યાદ આવ્યા કે ” મને મળવા મારો પ્રદીપ ચંદ્ર પર પણ આવશે ” !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply