Month: April 2020

દિકરીનું મહત્વ

દિકરીનું મહત્વ:- આજે એક દિકરી તેના પિતાને ફરિયાદ કરતા કહે છે કે, ” પપ્પા, તમે અને મમ્મી મારા અને ભાઈ વચ્ચે ઘણો ભેદભાવ રાખો છો! ભાઈને બધી છૂટ આપો છો, જ્યાં જવું હોય ત્યાં જવા દો છો. મને ક્યાંય જવા નથી દેતા. જ્યારે જોઉં ત્યારે મને જ ટોકટોક […]

લોકડાઉન ને બનાવીએ અવસર

લોકડાઉન ને બનાવીએ અવસર ને ઘરબંદી એક તહેવાર શાંત મગજ એક પરંપરા પ્રેમ થી સાચવીએ વહેવાર. ભૂલીએ હોદ્દો ને નામ કરીએ ઘરના કામ ઈગો વાળીએ ઝાડુ થી સરખા સહુ તમામ. જમવા બેસીએ સાથે સાથે સાદું ભોજન એ જ પકવાન ઘરના સભ્યો આજુ બાજુ નહિ કોઈ પણ મેહમાન. થાય […]

દૂધ ઉભરાયું ને…

વાર્તા: દૂધ ઉભરાયું ને…. ગૅસ પર દૂધ ગરમ થતું હતું ને મોબાઇલની રિંગ વાગી. રીના ઝડપથી બહાર જઈને મોબાઈલ લઈ આવી અને વાત કરવા માંડી. એ જ વખતે દૂધ ઉભરાયું અને રીના ગૅસ બંધ કરે એટલામાં તો બહાર ઢોળાવા માંડયું. ગૅસ હોલવાઈ ગયો. રીના ગભરાઈ ગઈ. દૂધ રેલાતું […]

બારી જોઈએ

બારી જોઈએ… આંખ ખુલ્લી બંઘ બારી જોઈએ પ્રેમમાં કયાં જાણકારી જોઇએ ? ચિતરે છે કોઈ રંગોળી મૂખે, ચિરોડીની મીનાકારી જોઈએ. શ્વાસ મુકયાં ગીરવે, આવે છે તું? આંખની સુની અટારી જોઈએ. કયારીમાં ફુલો ભલેને ના ઉગે, હોઠે ઝાકળ ની સવારી જોઈએ. એમ ના બેહોશ થાઉં ઓ પ્રિયે, આંખની તીણી […]

ઈચ્છા

ટૂંકી વાર્તા: ઈચ્છા ‘રોપશો તિતિક્ષાનું બીજ ,ઊગશે દુઃખોનો છોડ. લણવું હશે સુખનું ફળ, પામશો દુઃખોની ઝડ.’ મંદિરએ આપણા વિચાર કેન્દ્રો છે. માનવ જયારે મુઝવણમાં મુકાય છે ત્યારે મંદિર પાસે જાય છે. પ્રભુના સાનિધ્યમાં તેને શાંતિ અને સમાધાન મળે છે. આમ તો પ્રભુનું મુખ એટલે મંદિરના પૂજારી-મહંત. આખા દિવસનો […]

જોયા

(8×ગા) સૂરજ ઊગ્યે આગળ જોયા, સંધ્યાટાણે પાછળ જોયા, માનવ જેવા આ પડછાયા, સુખદુઃખમાં એના તળ જોયા, ભૂલેલું સપનામાં જોતાં, પ્રત્યક્ષ થાશે અંજળ જોયા, વેલી નાજુક નમણી અંગે, ભીંતે ચડવાના બળ જોયા, વર્ષોથી ખુલ્લા મંદિરના, વાસેલા એ ભોગળ જોયા, ચમકી ક્ષણમાં ઊડી જાતા, વચનો એના ઝાકળ જોયા, ફોરમ માટે […]

વલ્કલ વસંતી પહેર્યા હતા

ગઝલ- વલ્કલ વસંતી પહેર્યા હતા … પાનખર માં પર્ણો કેવા ડોલતા હતાં ? કે વસંતી વાયરાને કેવા તોલતા હતાં. ભીતરે હરિયાળી જાણે લીલીછમ હતી, કોઈ કોકિલ કંઠથી ખુદ બોલતા હતાં. કેસરી વલ્કલ વસંતી પહેર્યા હતા , આ કણેકણમાં જગતમાં આંદોલતા હતા આવરણમાં ભક્તિ રસ મહેકતો હતો, જઇને મંદિરમાં […]

પ્રેમ એક લગ્ન કે રમત…!!!

પ્રેમ એક લગ્ન કે રમત…!!! પ્રેમ એકનો એક દિકરો હતો અમુલખ રાય અને બીનીતા નો..ભણવા માં એકદમ હોંશીયાર.. આઈ.ટી. એન્જિનિયર બની ને મલ્ટી ઇન્ટરનેશનલ કંપની માં ઓફિસર બની ગયો હતો..છ આંકડાનો પગાર મળતો હતો..મા બાપ ફુલા નહિ સમાતા હતા દીકરાની પ્રગતિ જોઈ.હવે લોકો કહેવા માંડ્યા કે હવે પ્રેમ […]

કૉફી ટેબલ

કૉફી ટેબલ “ડાર્લિગ એક વાત કરવી હતી અને આજે સીરીયસ વાત કરવી છે તો તું ફ્રેશ થઈને ટેબલ પર આવ હું કૉફી બ્રેકફાસ્ટ સાથે તારી રાહ જોઉં”- ઉન્નતિ એ ઉલ્લાસને કહ્યું અને ટેબલ પર બેસી ગઈ. થોડીવારમાં ઉલ્લાસ ફ્રેસ થઇને આવ્યો કૉફીનો સીપ લેતાજ હસતા હસતા બોલ્યો બોલ […]

શ્રદ્ધા

એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું : “ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી […]

વાર્તા: પ્રેમ એટલે કે

વાર્તા: પ્રેમ એટલે કે ઇતિ શૂન્યમનસ્ક ચહેરે ચિતાની જ્વાળાઓને જોઈ રહી હતી. એની આંખ સમક્ષ ગર્ભના અંધકારથી ચિતાના પ્રકાશ સુધીના દ્રશ્યો આંસુ સંગાથે ઉતરી આવ્યા. આજે એક મહિનો થઇ ગયો . સંબંધોની નાગફેણ જાણે કહી રહી હોય, ઇતિ , લ્યો સ્મરણના ઊંટ તો હાંફી ગયાને હવે ઇશાન તારા […]

ઘણું કહે છે

ફક્ત મૌન રહીને ઘણું કહે છે, અશ્રુ વગર પણ ક્યારેક રડે છે. સાંભળો આ હીવડાની ચીસો, રાત્રીના તિમિરમાં એ ભળે છે. બીક છે કે તે સત્ય ન થઈ જાય, બિહામણું એક સ્વપ્ન ઘડે છે. ભવિષ્ય ભાખ્યું તેણે ક્યાં કદી, જે વર્તમાન, ભૂતકાળથી ડરે છે. ‘અખ્તર’ આખરી ક્ષણોમાં કોઈ, […]

શ્રી ગણેશા

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા) જિંદગીનો છે સહારો શ્રી ગણેશા, નાવડી ઝંખે કિનારો શ્રી ગણેશા, દોષ સૌ સંસારના તો દૂર કરતાં, ભૂલને મારી સુધારો શ્રી ગણેશા, વિશ્વ આખાના તમે કષ્ટો નિવારો, વાંક શું છે રે અમારો શ્રી ગણેશા, હાજરીથી આપની સંકટ ના આવે, આપવા ધરપત પધારો શ્રી ગણેશા, થાળમાં છે […]

વાર્તા – એપ્રિલ ફૂલ

વાર્તા – એપ્રિલ ફૂલ ‘કેમ શું વિચારો છો.. રાતના બાર થવા આવ્યા… ઉંઘ નથી આવતી…?’ રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતાં કહ્યું. ‘તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું…?’ મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો. ‘તમારી પત્ની છું… તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય […]

વિદાય ટાણે…દીકરી નો મા-બાપ ને પત્ર

વિદાય ટાણે…દીકરી નો મા-બાપ ને પત્ર. મમ્મી-પપ્પા, નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે બાપ. મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ […]

એ વરસાદી સાંજ

વાર્તા : એ વરસાદી સાંજ… પ્રિય પર્જન્ય.. એ વરસાદી સાંજ…..તને યાદ છે? આજ બપોરથી જ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું હતું ને સાંજ પડતાં જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મનના આકાશમાં તો ધોધમાર વરસી રહ્યો છે આ વરસાદ. ચામડીની પાટી ને કોરી કરવાની મોસમ એટલે વરસાદ… તને […]

વરસાદમાં

ગઝલ વહાલના વાદળ ચડે વરસાદમાં, યાદના ફોરા પડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો, વિરહી રાત્રી અડે વરસાદમાં. છે વરસવું રોજ તારી આંખમાં , તેજ સૂરજનું નડે વરસાદમાં. પાંપણો છલકાય આષાઢી ક્ષણે, યાદ તારી ગડગડે વરસાદમાં. એક ધારા રાત’દિ ભીંજાવવા , મેઘના ટીપાં લડે વરસાદમાં. મન તરાવે […]

માવાએ લખેલો માણસને પત્ર

માવાએ લખેલો માણસને પત્ર. મને ખાનારા કોરોના મહામારી વચ્ચે બરાબરના તડપે છે એટલે, મને થયું કે, લાવ આ માણસને પત્ર લખું. પ્રિય માણસ. હું માવો. હું જે લખું છું તે તું ધ્યાનથી વાંચીને તેના વિશે વિચાર કરજે. તને એ, ખાસ ખબર છે કે, મારું વેચાણ એક નાનકડી કેબિનથી […]

વસંતે

ગઝલ કળીઓને બસ છેતરી છે વસંતે ગજબની રમત આદરી છે વસંતે, ધોળે દિવસે તારાઓ દેખાડી ને, કોમળ જાત ને વેતરી છે વસંતે , કળી તો શરમ થી બિડાઈ ગઈ ને, પવન ની અગન નિતરી છે વસંતે, વફાની કરી વાત ફૂલે..ખરી ને, શૂળો ની પથારી કરી છે વસંતે, કુસુમવત […]

રંજન

શીર્ષક : રંજન… રાજ ને અમી પાંચ વરસના હતા ને જનકભાઈ ની પત્ની નું અવસાન થયું હતું..જનકભાઈ બન્ને બાળકો ને નાના નાની ને ત્યાં મૂકી આવ્યા..બેંકમાં સર્વિસ કરતા હતા.. દર શની રવિ બાળકો પાસે પહોંચી જતા…. એકવાર બાળકો પાસે ગયા ..રાત્રે બાળકો સૂઈ ગયા પછી એમના સસરા એ […]

क्या करूँ

सिर्फ़ तुम हो, ख़याल या ख़्वाब, क्या करूँ ? तुम अब याद आ रहे हो बेहिसाब, क्या करूँ ? कोई बसता ही नहीं, तुमसे बिछड़ने के बाद, ज़हन ये मेरा तुम्ही से है आबाद, क्या करूँ ? इंतेज़ार का मौसम बिता ही नहीं कभी भी, रोज़ लग रहा […]

કાના તારી મોરલીએ મારું મન મોહ્યું

કાના તારી મોરલીએ મારું મન મોહ્યું ( એક સત્ય ઘટના) ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે. ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું […]

એડમિશન

વાર્તા :– એડમિશન ‘જૈમિન, હવે આપણે અંશના એડમિશન માટે સિરિયસ થવું જોઇએ.’ ઓફીસેથી ઘરે આવતા જ અંજલીએ જૈમિનને ભારપૂર્વક કહ્યું. જૈમિન હજુ તો ઓફિસેથી આવ્યો જ હતો અને તે થોડો થાકેલો હતો છતાંપણ જવાબ વાળ્યો, ‘જો અંજલી હવે તો આપણે સ્કૂલ સિલેક્ટ નથી કરતાં પણ સ્કૂલ આપણને સિલેક્ટ કરી […]

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર અપ્રિય કોરોના, ખબર નહીં કેમ ? પણ તારો ડર નથી લાગતો યાર. ફર્સ્ટ MBBSથી ડેડબોડી સાથે રહેવાની આદત છે. મૃત્યુને એટલા નજીકથી જોયું છે કે હવે મૃત્યુ સાથે ભાઈબંધી થઈ ગઈ છે. એટલે પ્લીઝ, મૃત્યુનો ડર બતાવવાનું તો રહેવા જ દેજે. એક સર્જન […]

બે ભાઈ

બે ભાઈ વચ્ચે કોર્ટ મા કેશ ચાલતો હતો બંન્ને ભાઈ એકજ બાઈક પર બેસી ને કોર્ટ મા જાય. મોટા ભાઈ કહે “ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એકજ બાઈક પર બેસી ને જઈએ એટલે ઞામને ખબર ના પડે કે આપણે બેય […]

હોવી જોઇએ

હોવી જોઇએ (ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા × ગાલગા) હો ઉદાસી આંખમાં એને હસાવી જોઈએ, સાવ નાની વાતને સ્મિતે મઢાવી જોઈએ, આયના સામે ધરેલી આંખ હોવી જોઇએ, આ ચહેરા સંગ વાણી પણ સજાવી જોઈએ, હાથમાં આવેલ તકથી સ્વયં તો ઝળકી શકો, અન્ય કાજે પણ એ ખંતથી ગજાવી જોઈએ, […]

રૂપિયા બસ્સો પંચાવન

વાર્તા: રૂપિયા બસ્સો પંચાવન ટૅક્સી ઊભી રહી. “સા’બ આવી ગયો સરકારી બંગલો.” હું નીચે ઊતરતો હતો કે માણસો દોડી આવ્યા. “વેલકમ સર. કંઈ તકલીફ તો નથી પડીને?” મારા અંગત સચિવ રવિએ પૂછ્યું અને તે સામાન અંદર મૂકાવા લાગ્યો. “ના, રવિ. બધી વ્યવસ્થા સારી હતી.” કહીને મેં ટૅક્સી ડ્રાઈવરને […]

રજાચીઠ્ઠી

વાર્તા: રજાચીઠ્ઠી ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું….. અને ખૂબ મજા કરીશુ…!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી. ‘અને જો મમ્મી… […]

हृदय परिवर्तन

हृदय परिवर्तन एक राजा को राज भोगते हुए काफी समय हो गया था । बाल भी सफ़ेद होने लगे थे । एक दिन उसने अपने दरबार में एक उत्सव रखा और अपने गुरुदेव एवं मित्र देश के राजाओं को भी सादर आमन्त्रित किया । उत्सव को रोचक बनाने […]

અદભૂત યાત્રા

આજે આકરો લાગે છે આ ઉનાળુ તાપ ને મન કરે A/ C ની મમત, બાળપણ માં સૂઝતું ના હતું કઈ, ફક્ત સુઝતી હતી શેરીઓ ની રમત, સૂર્ય દાદા ના કિરણો વરસાવતા હતા અપાર હેત, ખુલ્લા રેહતા પગ ને હાથ માં ક્રિકેટ નું બેટ, ફક્ત એકજ બરફ ના ગોળા […]

મા…તું આવીશ ને…!!!!??

લઘુ કથા: મા…તું આવીશ ને…!!!!?? અને 6 વર્ષીય બાળક રેહાન રડતો રડતો શાળામાં થી બહાર નીકળ્યો..રડી રડી ને એની આંખો સૂઝી ગઇ હતી સ્કૂલના ગેટ ની સામે જ ઝમકું ડોશી મળી..એ રોજ રેહાનને બોર ખવડાવતી પણ પૈસા નહોતી લેતી..એણે એને પાસે બોલાવી પૂછ્યું,” કેમ રડે છે બેટા..?માસ્તરે માર્યું […]

મામાનું ઘર કેટલે

વાર્તા : મામાનું ઘર કેટલે…..?? મયંક પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો. ખૂબ જાહોજલાલી અને ભૌતિક સુખો વચ્ચે આળોટેલા મયંકને તો ગામડાંમાં જવું એ જ સજા હતી, અને તેમાં પણ ખૂબ સિધ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મયંકનો ક્યારેય મનમેળ નહોતો થતો. મામા શહેરની […]

नारायण अस्त्र

महाभारत युद्ध में अपने पिता द्रोणाचार्य के धोखे से मारे जाने पर अश्वत्थामा बहुत क्रोधित हो गये।उन्होंने पांडव सेना पर एक बहुत ही भयानक अस्त्र “नारायण अस्त्र” छोड़ दिया। इसका कोई भी प्रतिकार नहीं कर सकता था। यह जिन लोगों के हाथ में हथियार हो और लड़ने के […]

લઇને આવ્યો છું

ગઝલ – લઇને આવ્યો છું. હદયના ભાવ ઊર્મિમાં ઝબોળી લઈને આવ્યો છું, સિતારાઓ તમારી આ કહાણી લઈને આવ્યો છું. દુઃખોના ન્હોરની મુખ પર નિશાની લઇને આવ્યો છું , નિરસ, લાચાર, રડતી જિંદગાની લઈને આવ્યો છું. હતાશા છે, નિરાશા છે, વ્યથા છે, આંખમાં પાણી , બધા કરતાં અલગ હું […]

ભૂમિકા

ભૂમિકા (હાઈકુ) ♦♦♦♦♦♦ અરજ ઇશ! ભજવાય ભૂમિકા, માનવતણી, ♦♦♦♦♦♦ પ્રાર્થના પ્રભુ! સચવાય ભૂમિકા, સ્નેહી બની, ♦♦♦♦♦♦ માગુ ઈશ્વર! કચવાય ભૂમિકા, વિદ્રોહી તણી, ♦♦♦♦♦♦ વિનંતી વિભૂ! લજવાય ભૂમિકા, પાખંડ ભરી, ♦♦♦♦♦♦ વર દે કાન્હા! જળવાય ભૂમિકા, જીવનતણી. ♦♦♦♦♦♦ -પાયલ ઉનડકટ

મા તને પ્રણામ

મા તને પ્રણામ તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા, સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા. ધોમધખતા સુર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું, વહાલનું વાદળ વરસતુ શ્રાવણી ઝરમર હતું મા. દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ? તારી ટેકણ લાકડીથી […]

હેપ્પી ફાધર ડે

વાર્તા – હેપ્પી ફાધર ડે વાયુ વાવાઝોડું ભલે ફંટાઇ ગયું હોય અને જેવી આગાહી થઇ હોય તેવી તારાજી સર્જી ન હોય પણ કિરણભાઇને તો હમણાં થોડીવાર પહેલા આવેલા ફોનથી જ આગોતરા વાવાઝોડાના એંધાણ આવી રહ્યા હતા. વિચારવાયુ વધી રહ્યો હતો અને કોઇને કહી ન શકાય તેવી અકળામણ અનુભવી રહ્યા […]

આવ તું

વીતી ન જાય આ ક્ષણ, આવ તું, તોડીને બધાય આવરણ, આવ તું. સુનકાર વ્યાપ્યો તારા વગર જ્યાં, રાહ જોઈ રહ્યું આંગણ, આવ તું. તું જ છે સર્વસ્વ જેના માટે કાયમ, જીવી રહ્યું તે એક જણ, આવ તું. આપ્યું હતું જે હૃદય, મને સાટામાં, પૂછે એ તારું હૃદય પણ, […]

स्त्री और सम्मान

स्त्री और सम्मान। हालाँकि मैं बहुत परिपक्व नहीं हूँ लेकिन मेरी समझ कहती है कि एक स्त्री के लिए प्रेम से बढ़कर भी कुछ हो सकता है, तो वो है सम्मान या रेस्पेक्ट..। प्रेम क्षणिक हो सकता है लेकिन रेस्पेक्ट क्षणिक नहीं होती, क्यूँकि प्रेम दिखावटी हो सकता […]

મોટી બાની લાપસી.

મોટી બાની લાપસી. કાગવાસ નાખ્યા પછી અમોલ તો સવારે જ ઓફીસે ચાલ્યો ગયો હતો. ઉત્તરાની સાસુના વડસાસુનું આજે શ્રાધ્ધ હતું. જો કે અમોલ કે ઉત્તરાને હવે તેમનું નામ પણ યાદ નહોતું તો તેમનું શ્રાધ્ધ ક્યાંથી યાદ હોય ? આ તો વહેલી સવારે જ બાએ ઉત્તરાને કહી દીધુ હતુ […]

કડવો ઘણાને લાગું છું

અડધા ભરેલા જામને, અડધો ભરેલો માનું છું, બાકી છે એ ય ભરાશે ચોક્કસ, એ હું જાણું છું. અતીતમાં રહેનાર ઊંઘે, ભવિષ્ય વિચારનાર ડરે, વર્તમાનમાં જીવનારની જેમ હું ખરેખર જાગું છું. કીડીને કણ, હાથીને મણ, નક્કી છે, મહેનતથી, જે આપ્યું છે તેણે, તે સાચવી શકું, એ માંગુ છું. જેટલી […]

ज्ञानवर्धक सीख

एक बहुत ज्ञानवर्धक सीख देने वाला शिक्षाप्रद लघु दृष्टांत ! एक बार की बात है एक बहुत ही पुण्य व्यक्ति अपने परिवार सहित तीर्थ के लिए निकला .. कई कोस दूर जाने के बाद पूरे परिवार को प्यास लगने लगी , ज्येष्ठ का महीना था , आस पास […]

નથી ડરવાના

ગીત સંત નો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના, ગુરુ વિના કોઈ શરણ નથી ડર નથી મરવાના. જીવન-મરણનો હરખ શોખ હવે હોય નહીં, ગુરુ વીંધે ગુરુ ચીંધે દિલ હવે રોય નહીં. હરિ નામના વાદળ થઈ કાયમ ઝરવાના, સંતનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના. કદંબના તીરે […]

એય છોટુ… એક કટીંગ

‘એય છોટુ… એક કટીંગ…!’ સાંજના છ વાગ્યા… મારી ચાની તલપ જોર કરવા લાગેલી. ‘એય છોટુ… એક કટીંગ…!’ ચાની લારી પર ટેબલ સાફ કરતા છોકરાને જોઇને મેં ઓર્ડર આપ્યો. ‘હા.. સાબ… સ્પેશ્યલ કે રેગ્યુલર…‍!’ પેલા છોકરાએ તેની આદત પ્રમાણે પુછી લીધું. ‘અરે… સ્પેશ્યલ હી…! દેખતા નહી… બડે સાબ હૈ…!’ […]