Rita Mekwan

અનોખો આભાસ

શીર્ષક: અનોખો આભાસ

રાજ ના લગ્ન થયા ને બે વરસ માં તો એક નાની માંદગી માં રાજ ની માતા નું અવસાન થયું... રાજ એની મા નો ખુબ લાડકો દીકરો...પત્ની ને પપ્પા હોવા છતાં કોલેજ થી આવી" મા" ના નામની બૂમ પડતો .રાજ કોલેજ માં પ્રોફેસર હતો..તેની પત્ની મીના ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતી..રાજ ના પપ્પાને બીપી..ને સુગર ની તકલીફ હતી.. અવાર નવાર બીમાર થઈ જતા.. પણ મીના એ બધું દીકરી બની સાચવી લીધું...મીના એ પોતાના પ્રેમ થી રાજ ને પણ સંભાળી લીધો..

રાજ ના પપ્પા કહેતા કે મીના તું તો પુત્ર કરતાં પણ વધુ એવી મારી પુત્રવધૂ છે.. એકવાર મીના રસોડા માં કામ કરતી હતી ને ચક્કર આવતા પડી ગયી..રાજ ઘરે જ હતો. એણે મીના ને પૂછયું, મીના શું થાય છે? મીના એ કહ્યું, હમણાં થોડા વખત થી અચાનક ચક્કર આવી જાય છે..અરે..પણ તમે ચિંતા નહિ કરો…મને સારું જ છે..રાજ ના પપ્પા એ કહ્યું..બેટી થોડો સમય આરામ કરી લેવાનો..ખાવા પીવામાં કાળજી રાખ..દૂધ પીવાનું ચાલુ કર…બીજાની ચિંતા કરતા કરતા તું બીમાર થઈ જાય છે… મીના એ હસતા હસતા કહ્યું,.હા..પપ્પા હું દૂધ પીશ ને આરામ પણ કરીશ.મારી ચિંતા નહિ કરો..

બીજા બે.. દિવસ ગયા ને મીના ડ્રોઈંગ રૂમ માં ચક્કર આવવાથી પડી ગયી..રાજ ના પપ્પા એ રાજ ને તરત ફોન કરી બોલાવ્યો..ને મીના ને હોસ્પિટલ લઈ ગયા…તાત્કાલિક સારવાર આપવાથી મીના ને સારું તો થયું..પણ ડોકટરને કૈંક શંકા જતા થોડા રિપોર્ટ કઢાવવાનું કહ્યું….એક વિક પછી રિપોર્ટ આવ્યા…ને … ડોકટરે કહ્યું, મીના ને મગજ માં ગાંઠ છે…બે દિવસ પછી બાયોપ્સી કરી…થોડા દિવસ પછી રિપોર્ટ આવ્યો..મીના ને કેન્સર ની ગાંઠ હતી..

ઘરે આવતા ની સાથે જ રાજ મા ના ફોટા પાસે જઈ રડી પડ્યો….પાછળ એના પપ્પા ને મીના આવીને ઊભા હતા.બધા ની આંખોમાં આસું હતા…કોણ કોને સધિયારો આપે… એ દિવસે કોઈ એ ખાધું નહિ…..

દિવસે દિવસે મીના ની તબિયત કથળવા લાગી…એની વેદના જોઈ રાજ પડી ભાંગ્યો…રાજ ના પપ્પા નું સુગર હવે વધી જતું…બીપી વધી જતું…એમને લઇ ને પણ રાજે દોડવું પડતું…નોકરી સાચવતો, ને ઘરમાં પત્ની અને પિતા બન્ને બીમાર …રાજ હિમ્મત હારી જતો.. થાકી જતો…ક્યારેક મા ના ફોટા પાસે ચૂપચાપ રડતો…

એક રાત્રે એ સુતો હતો..ને એને બંધ આંખોએ એક આભાસ થયો. એક દિવ્ય પ્રકાશ દેખાયો…ધીમે ધીમે પ્રકાશ ઓછો થયો ને એક આકૃતિ દેખાઈ… એ બોલ્યો… મા…

હા…બેટા…તું થાકી ગયો…હારી ગયો????

રાજે કહ્યું, ના… મા..હું થાક્યો નથી ને હાર્યો પણ નથી…પણ એકલો પડી ગયો છું….

ને રાજે પોતાના માથા પર વહાલસોયો હાથ ફેરવાયો હોય એવી અનુભૂતિ થયી…એની મા એ કહ્યું, તું એકલો નથી બેટા..હું હંમેશા તારી સાથે જ છું….તારી ફરજ અને તારા કર્તવ્ય ને પૂરું કર… મીના અને તારા પપ્પા ની સેવા કર…
હું તારી આસપાસ જ છું…એમ કહી રાજ નો હાથ હાથ માં લીધો….રાજ ને થયું મારી મા મારી બાજુ માં જ છે એવો આભાસ થયો..

બીજે દિવસે સવારે ઊઠ્યો …ત્યારે સૂર્ય એ પોતાના કેસરી કિરણો નો ચંદરવો આકાશમાં બિછાવી દીધો હતો..
ઊઠી ને સીધો મા ના ફોટા પાસે જઈ ને બે હાથ જોડી બોલ્યો,… મા તું મારી સાથે છે…બસ હવે હું મારા સેવાયજ્ઞ માથી ક્યારેય નહિ ડગીશ…..

એક અનોખો આભાસ..એક અલૌકિક અનુભુતિ..એક દિવ્ય અહેસાસ…

-રીટા મેકવાન “પલ”
સુરત
૫.૩.૨૦૨૦.

Categories: Rita Mekwan

Leave a Reply