Dilip Ghaswala

પ્રેમ ની હુંડી

ગીત : “પ્રેમ ની હુંડી”

લ્યો અમે તો આ કરી કોરા કાગળ પર સહી ,
હવે તમે નક્કી કરો , પ્રેમ ની હુંડી સ્વીકારવી કે નહી ..

તમે કહેશો કે ખીલવું છે , તો અમે ફુલ થઈ ખીલશું ,
તમે કહેશો કે અસ્તિત્વ ભૂલવું છે ,ખુદ ઓગળી ભુલશું …

મિરાત સોંપી આ આયખાની એમાં જોવાનું ના હોય કંઈ. .
લ્યો અમે તો કરી આ કોરા કાગળ પર સહી …

ભલે તમે લીધાં અબોલા , લગાવી દીધા મૌન તણા તાળા ,
આંખ તમારી બોલે છે , જપો છો મારા નામની જપમાળા …

છોડી ઘરબાર અમારા , તમારી ધરોહર માં અમે જઈશું રહી ,
લ્યો અમે તો કરી કોરા કાગળ પર સહી.

-દિલીપ વી. ઘાસવાળા

Categories: Dilip Ghaswala

Leave a Reply