Payal Unadkat

બેસી રહું

જે સ્પર્શથી કંચન બનું અડક્યા વગર બેસી રહું,
પાયલ પહેરીને પગે થરક્યા વગર બેસી રહું,

સાવજ સમું લઇ કાળજું સંકટ બધા સંહારતી,
પણ વાત આવે વ્હાલની ડણક્યા વગર બેસી રહું,

પાંપણ ઉપર પણ નીંદનો ઊંડો પ્રભાવ છે કેમ રે?
અવહેલના એની કરી પલક્યા વગર બેસી રહું!

સુખ સાંપડે સામીપ્યથી જેના ભલે એ પાસ હો,
ચાહે મનાવે હેતથી સરક્યા વગર બેસી રહું,

હૈયાને ઢંઢોળી કહે મારી કરો પરવાહ બસ!
હું બંધ આંખે સાંભળી ધબક્યા વગર બેસી રહું.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply