Payal Unadkat

કાડ્રિયૉગ્રામ

કાડ્રિયૉગ્રામ

ચોખવટ ને ચર્ચા જ્યાં લંબાય,
સંબંધ સૌ ત્યાં કેમ જળવાય!

વાતે વાતે લાગણીઓ તોડાય,
તંતુ ઊરના કેમ કહો જોડાય?

ના કરો સંબંધોમાં છાનભીન,
કોઈ પંખીનો માળો પીંખાય,

કોણ પોતિકું ને કોણ છે પરાયુ!
એ તો મુશ્કેલીમાં જ પરખાય!

ઉદાસી જોઈ ખુદ પણ કરમાય,
સ્વજન એ જ જે સ્મિતે રેલાય

સ્પર્શ વિના કશું નક્કી ના થાય ,
એમ પર્ણ પર બિંંદુ ના ઝીલાય,

હૂંફ અને કાળજી દેખાય ત્યાં
કૈ ખુશીના અશ્રુ ત્યાં ઠલવાય.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply