Payal Unadkat

કરી લો

મળે દર્દ કે ખુશી એ બન્ને સાથે યારી કરી લો,
સ્નેહથી મળી છે જે સોગાત મંગલકારી કરી લો,

આપશો એ જ પામશો છે રીત જગતની જુની;
ભૂલી દોષ અન્યના કાર્ય બધાં હિતકારી કરી લો,

છે વ્યાકરણ સંબંધોનું અટપટું અને અઘરું?
સરભર કરવા બંધનને વાત વ્યાપારી કરી લો,

રાખ્યો છે શોખ ભાવ સ્નેહને શબદમાં ઢાળવાનો,
લો રદીફ કાફિયા કોઈના; ગઝલ સહિયારી કરી લો,

બની બેઠા છીએ હકદાર જે મળ્યું ઈશ્વર કૃપાએ,
એને અલવિદા કહેવું પડશે આજથી તૈયારી કરી લો.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply