Asim Bakshi

મનોકામના

ટૂંકી વાર્તા : “મનોકામના”

કેતન અને પલ્લવીબેનના દીકરા હાર્દિકના લગ્ન નક્કી થયા. બે મહિનામાં બધી તૈય્યારીઓ કરવાની હતી; ત્યાંજ સમાચાર આવ્યા કે પલ્લવીબેનના પિતા સુંદર કાકાની તબિયત બગડી છે. પલ્લવીબેન તાત્કાલિક પિયરે દોડ્યા અને સુંદરકાકાની સારવાર માં જોડાઈ ગયા.

એક પગ પિયરે અને બીજો સાસરે મૂકી ને પલ્લવીબેન કુનેહથી બધું સંભાળી લેતા. પલ્લવીબેન બે ભાઈઓ હતા પણ બિલકુલ નકામાં હતા અને ઉપરછલ્લું કામ કરીને પોત પોતાના રૂમમાં ભરાઈ જતા. હાર્દિકના લગ્ન હેમખેમ પતી ગયા; પલ્લવીબેન હજુ પણ ડબલ ડ્યુટી પર હતા.

હાર્દિક ખુબ ધ્યાનથી પોતાની માં ની કામકાજની કુનેહ અને આવડત જોતો હતો અને ખાસ કરીને પોતાના નાના ની જે રીતે પલ્લવીબેન સેવા ચાકરી કરતા હતા તે જોઈને દંગ રહી જતો. હાર્દિકની પત્નીને સારા દિવસો રહ્યા અને તે સમાચાર સાંભળીને આખા ઘરમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો.

હાર્દિક એના ઘર માં આવેલા પૂજા સ્થાન માં ગયો અને બે હાથ જોડીને આંખ બંધ કરીને પ્રાર્થના કરી કે “ભગવાન મારા ઘરે પણ પેહલી દીકરી આપજે.” એની આંખો સામે મમ્મી ની તસ્વીર આવી ગઈ જે દિનરાત એના નાના ની નિસ્વાર્થ ભાવે સેવા કરતી હતી ; એક દીકરીજ આટલું સરસ રીતે પોતાના પિતા નું ધ્યાન રાખી શકે !!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply