પગભર
પ્રસન્ન ચિત્તથી હાસ્ય લાવી શકાય છે,
પડતર જમીનમાં બીજ વાવી શકાય છે,
સહજતા દાખવી સંબંધો જાળવવા,
અપાચ્ય વાત કે વર્તન ચાવી શકાય છે,
ગમા અણગમાને નજર અંદાજ કરીને,
મળ્યું એને ગમતું કરી ચલાવી શકાય છે,
ભૂલવા ચાહે લાખ કોઈપણ સદા માટે,
એક મીઠા સ્મરણમાં આવી શકાય છે,
નસીબ કે પરીસ્થિતીને કોસવાને બદલે,
શ્રમબળથી પગભર થઇ ફાવી શકાય છે.
–પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat