ટૂંકી વાર્તા : “પેકેજ”
રવિવાર હતો, દિલીપ અને હિના આરામથી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ત્યાંજ ચાર પાંચ પાડોશીઓ આવ્યા અને સોફા પર ગોઠવાઈ ગયા. બધા દિલીપ અને હિનાને વધાઈ આપવા લાગ્યા, એકે કહ્યું “સાંભળ્યું છે કે તમારો દીકરો અને વહુ ફોરેનની ટ્રીપ ઉપર જાય છે તે પણ ૬ મહિનાની નાની બાળકી સાથે.”
બીજીએ કહ્યું કે “બહુ કહેવાય, આટલું નાનું બાળક લઈને વિદેશ ફરવું જરા અઘરું છે.”
તો ત્રીજી બોલી ઉઠી કે “આજકાલ છોકરાઓ માં બાપ નું ક્યાં સાંભળે છે, તમે તો ના પાડી હશે પણ છોકરો વહુ માન્યા નહિ હશે.”
દિલીપ હિના સમજી ગયા કે આ પાડોશણો વધાઈ આપવાના બહાને કૂથલી કરવા આવી છે. ત્યાંજ દીકરો વહુ તૈય્યાર થઈને બહાર આવ્યા અને વહુએ દિલીપ હિનાના ચરણ સ્પર્શ કરીને કહ્યું “થેન્ક યુ મમ્મી પપ્પા; તમે અમને અદભૂત સરપ્રાઈઝ પેકેજ આપ્યું; તમારા જેવા સાસુ સસરા બધી છોકરીઓ ને મળે.”
બધી પાડોશણો પાણી પીધા વિના રવાના થઇ ગઈ !!!!
લેખક:- આસીમ બક્ષી
Categories: Asim Bakshi