Asim Bakshi

મન નો મોબાઈલ

“મન નો મોબાઈલ “

તમે નહિ માનો પણ ૧૯૮૦ માં પણ મારી પાસે મોબાઈલ હતો –મન નો મોબાઈલ. જયારે પણ મન થાય અને મિત્રો ને યાદ કરું તો અચૂક હાજર થઇ જાય, મન ની આંખ ના કેમેરા થી લીધેલી તસ્વીરો આજે પણ Heart ની Gallery માં આવી ને Wave કરી જાય છે. મિત્રોએ આપેલા મેસેજ આજે પણ Heart ના Inbox માં Save છે, જયારે પણ જુના મિત્રો મળે છે અને એમને વંચાવું છું તો એ લોકો અવાચક થઇ જાય છે. ખાલી હાથ ઊંચો કરું તો મિત્રો પાછળ ગોઠવાઈ જાય અને પિક્ચર જતા પેહલા ની selfie આંખ ના કેમેરા માં કેદ થઇ જાય. Unlimited G B પ્લાન આજે પણ ચાલુ છે ( અહિંયા GB એટલે ગુજરેલું બાળપણ વાંચવું ). તે વખત જેવું ગ્રુપ ચેટિંગ આજે અશક્ય છે, રૂબરૂ મળી ને એકબીજાને Smiley આપીયે તોજ મેસેજ read થયેલો ગણાતો. સવારે કટિંગની લારી પર અડધો કલાક બેસીએ એટલે આખા દિવસ માટે મન નો મોબાઈલ charge થઇ જતો. A -સીમ પણ બદલાયો નથી ( અહિંયા Asim વાંચવું ) કોલ કરશો તો સામે થી મિત્રતા ભર્યો અવાજ સંભળાશે — વર્ષો થી Caller Tune પણ એજ છે !!!!

લેખક:- આસીમ બક્ષી

Categories: Asim Bakshi

Leave a Reply